મહિધરપુરા અર્બન કો-ઓ. ક્રેડિટ સોસાયટી લિ.

સંસ્થા અલગ અલગ પ્રકારના નીચે જણાવ્યા પ્રમાણેના ધિરાણ કરે છે.

વર્ષ ૨૦૧૮-૨૦૧૯ દરમ્યાન વિવિધ ક્ષેત્રે કરેલ ધિરાણ અને લાભ લેનાર સભાસદોની સંખ્યાની માહિતી

નીચે જણાવ્યા પ્રમાણેની છે.

ઉપર જણાવ્યા અનુસાર વર્ષ દરમ્યાન ૭૨૯ સભાસદોએ રૂ|.૬,૬૭,૯૯,૪૪૦.૦૦ નું ધિરાણ સરળતાથી મેળવેલ છે.

વસુલાત :-

કોઈ પણ સંસ્થામાં ધિરાણ અને વસુલાત તેની સધ્ધરતાનો પાયો ગણાય છે. સંસ્થામાં નાણાંનો વ્યવહાર અને પ્રવાહ સતત રહ્યા કરે એ ખૂબજ જરૂરી છે. વધુ ધિરાણ ઉપલબ્ધ કરાવવા માટે સંસ્થાને નાણાંની જરૂર રહે છે અને આ રકમ વસુલાતથી જ પ્રાપ્ત થાય છે. વસુલાત નિયમિત આવે એ સંસ્થાના પ્રાણ અને આત્મા સમાન છે.