(૧) પારિતોષીક વિતરણ:-

વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ક્રમે થનાર વિદ્યાર્થી ભાઈ-બહેનોને પુરસ્કૃત કરવામાં આવેલ છે જે નીચે મુજબ છે.

ધોરણ

૧. સભાસદોના બાળકો - ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ ૧ થી ૧૨ - ૨૫ વિદ્યાર્થી

૨. મહિધરપુરા અર્બન પ્રાઈમરી અંગ્રેજી માધ્યમ સ્કુલ (લાલ દરવાજા, સુરત) ૧ થી ૭ - ૭ વિદ્યાર્થી

૩. મહિધરપુરા અર્બન અંગ્રેજી માધ્યમ સ્કુલ (સુમુલડેરી રોડ, સુરત) નર્સરી થી સી.કેજી. - ૮ વિદ્યાર્થી તથા ૮ થી ૧૨

૪. મહિધરપુરા અર્બન અંગ્રેજી માધ્યમ બ્રાઈટલેન (સહયોગ સો. ૯ થી ૧૨ - ૪ વિદ્યાર્થી સુમુલડેરી રોડ, સુરત)

૫. મહિધરપુરા અર્બન પૂર્વ પ્રાથમિક - પ્રાથમિક કન્યા વિદ્યાલય (હરીપુરા, નર્સરી થી ૭ - ૧૦ વિદ્યાર્થી લીમડાશેરી, સુરત)

૬. સ્ટાફ કર્મચારી ગણના સંતાનો નર્સરી થી ૧૨ - ૯ વિદ્યાર્થી

(૨) શૈક્ષણિક લોન :-

આજના સમયમાં કે જ્યારે શિક્ષણનો ખર્ચ ખૂબજ વધી ગયો છે ત્યારે સભાસદોને આર્થિક રીતે મદદરૂપ થવા તેમજ પોતાના સંતાનોની શૈક્ષણીક કારકિર્દી ઉજજવળ બને અને તેમાં આર્થિક બોજ અંતરાયરૂપ ન બને તે માટે રૂા. 2,00,000/- ની શૈક્ષણિક લોન ફકત ૧૦% ના વ્યાજદરે સરળ હપ્તેથી સોસાયટી તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. આ પ્રકારની સેવાનો વધુ સભાસદો ઉપયોગ કરીને પોતાના બાળકોનો શૈક્ષણિક સર્વાગી વિકાસ સાધે તેવી શુભભાવના. ગત વર્ષમાં ૩૦ સભાસદોના બાળકોને રૂા. ૨૫,૪૬૦૦૦/- નું ધિરાણ આપેલ છે.

(૩) તબીબી સહાય લોન :-

તબીબી સહાય લોન (વગર વ્યાજની) આપણી સંસ્થાના સભાસદોને માંદગીના અસહય ખર્ચને પહોંચી વળવા રૂા. ૧૫,૦૦૦/- સુધી વગર વ્યાજની લોન સોસાયટી તરફથી આપવામાં આવે છે. ગત વર્ષમાં ૭૧ સભાસદોએ રૂા. ૧૦,૨૬,૬૦૦/- નું ધિરાણ પ્રાપ્ત કર્યુ છે જે સંસ્થાએ કરેલ ઉમદા કાર્ય નું દ્યોતક છે.

(૪) મેડીકલ લોન :-

આજના મોંઘવારીના સમયમાં જ્યારે માંદગીનો ખર્ચ ખૂબજ વધી ગયેલ છે ત્યારે, સભાસદો પર આવી પડતા આવા અણધાર્યા ખર્ચ રૂપી આર્થિક બોજ માં રાહત કરી શકાય તેવા શુભ આશયથી, સભાસદો કે તેના પરિવારજનોની માંદગીના સમયે સંસ્થા ફકત ૧૦% ના વ્યાજથી રૂા. 2,00,000/- ની મર્યાદામાં ધિરાણ કરે છે. આ વર્ષે ૨૧ સભાસદોએ રૂા. ૧૩,૭૪,૫૦૦/- નું ધિરાણ પ્રાપ્ત કર્યુ છે અને આ રીતે મદદ કરીને સંસ્થાએ તેઓના મુશ્કેલ સમયમાં મદદ રૂપ થવાનો માનવીય પ્રયત્ન કર્યો છે.

(૫) સખાવત (દાન) :-

આપણી સંસ્થા કેળવણીના ક્ષેત્રમાં પણ ઉમદા સખાવત કરતી રહી છે જે વિશે આપ સૌ માહિતગાર છો જ, હાલમાં ઈ. મો. જીનવાળા કેળવણી મંડળ સંચાલિત મહિધરપુરા અર્બન સોસાયટી અંગ્રેજી માધ્યમ હાઈસ્કુલને શાળામાં લીફટ માટે સહાયરૂપે રૂા. ૩,૭૫,૦૦૦/- નું દાન આપેલ છે.